આંધ્રપ્રદેશમાં બનશે દુનિયાનું સૌથી મોટું વૉર મ્યૂઝીયમ, જાણો તેની ખાસિયતો

હરવા-ફરવાનાં શોખીન લોકો માટે એક સરસ ખુશખબરી આંધ્રપ્રદેશથી આવી છે. અહીં દુનિયાનું સૌથી લાંબુ યુદ્ધ મ્યૂઝીયમ બનવા જઇ રહ્યું છે. કે જ્યાં ભારતીય જવાનની 250 ફૂટ લાંબી મૂર્તિ લગાવવામાં આવશે.

ત્યાં 200 ફૂટ લાંબી આ બુદ્ધ પ્રતિમાની વચ્ચે આ નવી મૂર્તિને જોડતાં બંને સર્કલની વચ્ચે મ્યૂઝીયમ બનાવવામાં આવશે. અમરાવતીમાં આ મ્યૂઝીયમને બનાવવામાં આવશે. આ મ્યૂઝીયમને બનાવવાનું સૌથી મોટું કારણ રાજ્યનાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે.

2 કિ.મી લાંબા અને 80 ફૂટ પહોળા આ ટ્રાફિક ફ્રી પરિસરમાં થીમ પાર્ક, હોટલ, ફૂડ કોર્ટ તેમજ એક્વેરિયમ પણ બનાવવામાં આવશે. સીઆઇઆઇ અને સરકારની વચ્ચે 6,1000 કરોડ પ્રોજેક્ટની વચ્ચે સમજૂતી થઇ છે.

જેનાં આધારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રોત્સાહન શરૂ કરવામાં આવશે. બીજી બાજુ આ સાથે પ્રવાસને વધારે સુગમ બનાવવા માટે યાતાયાત પર પણ ખાસ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

વિજયવાડા અમરાવતી હાઇપરલૂપ અને બંડ સ્ટ્રીટ ડેસ્ટિનેશન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આંધ્રપ્રદેશનાં પ્રવાસમાં વધારે ને વધારે તેજી જોવાં મળી શકે છે.

You might also like