આંધ્રપ્રદેશઃ ગોદાવરી નદીમાં 40 લોકોથી ભરેલી હોડી ડૂબતાં 10 લાપતા

આંધ્ર પ્રદેશમાં કાકિનાડા જિલ્લાનાં પાસુવાલા લંકા ગામની પાસે મોંડિરેવૂ વિસ્તારમાં શનિવારનાં રોજ ગોદાવરી નદીમાં હોડી ડૂબવાંથી ઓછામાં ઓછા 10 લોકો ડૂબી ગયાં કે જેમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ છે. આ હોડીમાં કુલ 40 લોકો સવાર હતાં. સાલાદિવારિપેલમ લંકાથી પાસુવુલા લંકા તરફ લોકો નૌકાવિહાર કરી રહ્યાં હતાં.

જ્યારે હોડી નદીમાં બનેલ એક અપૂર્ણ સિમેન્ટનાં થાંભલાથી ટકરાવાથી પલ્ટી ગઇ. સ્થાનીય લોકોએ તુરંત જ હરકતમાં આવીને 10 લોકોને બચાવ્યાં અને સુરક્ષિત રીતે તેઓને બહાર નીકાળી દીધાં હતાં. પ્રત્યક્ષદર્શીઓએ જો કે હાલમાં બતાવ્યું કે 10 લોકોને વિશે હજી કંઇ જ પતો લાગ્યો નથી.

હોડીની ડૂબવાંની સૂચના મળવા પર ઉપ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી નિમાકાયાલા ચિનરાજપ્પાએ પેદપુરમ મંડળમાં પોતાની યાત્રાને છોડીને અને બચાવ અભિયાનની નજર રાખવા માટે ઘટનાસ્થળ પર રવાના થયાં.

પોલીસ અને રાજસ્વ અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં છે અને તરવૈયાઓ લાપતા લોકોને શોધવાને પ્રયાસ કરી રહેલ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે જિલ્લા મુખ્યાલયથી મળેલ પ્રાથમિક રિપોર્ટનાં અનુસાર હોડીમાં 25 લોકો સવાર હતાં અને 8 લોકો લાપતા દર્શાવવામાં આવેલ છે.

તમને જણાવી દઇએ કે મેં મહિનામાં પણ ગોદાવરી નદીમાં એક હોડી પલટવાંથી 22 લોકોનાં મોત થયાં હતાં. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દરેક મૃતકનાં પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી. તેઓએ પીડિતોનાં પરિવારને એક સભ્યને પણ નોકરી આપવી અને તેઓનાં બાળકોને માટે નિઃશુલ્ક શિક્ષાની વ્યવસ્થા કરવાની પણ જાહેરાત કરી હતી.

You might also like