પાકને ખરાબ નજરથી બચાવવા ખેડૂતે અપનાવ્યો જુગાડ, સની લિયોનીનું લગાવી દીધું પોસ્ટર

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશનાં એક ખેડૂતે પોતાનાં ખેતરનાં પાકને ખરાબ નજરથી બચાવવા માટે એક અનોખી તરકીબ અજમાવી છે. ખેડૂતે પોતાનાં ખેતરમાં બિકિની પહેરેલી સની લિયોનીનું એક પોસ્ટર લગાવી દીધું છે. આ પોસ્ટર સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે.

ખેડૂતનો એવો દાવો છે કે આ પોસ્ટર લગાવ્યાં બાદ તેનાં પાકમાં ઘણો સારો સુધારો થયો છે. આ ઘટના આંધ્રપ્રદેશનાં નેલ્લોર જિલ્લાની છે. આ જિલ્લાનાં બાંદાકિંદીપલ્લી ગામનાં ખેડૂત એ. ચેન્ચુ રેડ્ડીએ આ તરકીબ અજમાવી છે.

તેને પાકને બરબાદ થતો રોકવા લાલ બિકિની પહેરેલી સની લિયોનીનાં બે પોસ્ટર ખેતરનાં બંને છેડે લગાવી દીધાં છે. આ પોસ્ટર પર તેલુગું ભાષામાં લખ્યું છે કે “મુજસે જલના મત”. આ અંગે વાત કરતાં ખેડૂતે જણાવ્યું છે કે લોકો સની લિયોનીને ચાહે છે.

લોકો હવે પાકને નહીં પણ સની લિયોનીને જુએ છે. તેનું એવું કહેવું છે કે તેનાથી મારો પાક ખરાબ નજરથી બચી જાય છે તેનો લાભ મને મળી રહ્યો છે અને પાક સારો થયો છે. ગામની નજીક રસ્તાનાં કિનારે રેડ્ડીની ૧૦ એકર જમીન છે. રેડ્ડી અહીં શાકભાજી ઉગાડે છે.

ઘણાં વર્ષોથી તેનો પાક ખરાબ થતો હતો. રેડ્ડી જણાવે છે કે,”મને એવું લાગતું હતું કે રસ્તાનાં કિનારે મારૂ ખેતર હોવાંથી ત્યાંથી પસાર થનારા દરેક લોકોની ખરાબ નજર પારા પાક પર પડતી હતી અને તેનાં કારણે પાક બરબાદ થઈ જતો હતો. પરંતુ હવે સની લિયોનીનું પોસ્ટર લગાવ્યા બાદ લોકોની નજર પાકને બદલે સની લિયોની પર પડે છે અને મારો પાક બચી જાય છે.”

You might also like