એન્ડરસને મેકકુલમનો સૌથી વધુ સિકસરનો રેકર્ડ તોડયો

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડે માઉન્ટ મૌનગાનુઇ ખાતે રમાયેલી ત્રીજી અને આખરી ટી-ર૦માં બાંગ્લાદેશને ર૭ રનથી પરાજિત કરીને સિરીઝ ૩-૦થી જીતી લીધી છે. બાંગ્લાદેશનું ન્યૂઝીલેન્ડમાં ખૂબ જ કંગાળ પ્રદર્શન રહ્યું હતું. બે મેચમાં હારનો સામનો કર્યા બાદ બાંગ્લાદેશને પહેલી મેચમાં જીતની આશા હતી, પરંતુ મેન ઓફ ધ મેચ જાહેર થયેલા કોરી એન્ડરસન (નોટઆઉટ ૯૪) અને કેન વિલિયમ્સે (૬૦) બાંગ્લાદેશની આશા પર પાણી ફેેરવી દીધું હતું.

એન્ડરસને ૪૧ બોલમાં ૧૦ છગ્ગા અને બે ચોગ્ગા ફટકારીને નોટઆઉટ ૯૪ રન કર્યા હતા. ટી-ર૦માં સૌથી વધુ ૧૪ સિકસરનો રેકોર્ડ એરોન ફિંચના નામે છે. સૌથી વધુ સિકસરના રેકોર્ડની યાદીમાં એન્ડરસને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેકકુલમનો એક ઇનિંગ્સમાં આઠ સિકસરનો રેકર્ડ તોડયો હતોે. ૧૦ સિકસર સાથે એન્ડરસન આ યાદીમાં પાંચમા ક્રમે પહોંચ્યો હતો.

home

You might also like