આંદામાન-નિકોબાર ફરવા લઈ જવાના બહાને ૧ર વ્યક્તિ સાથે છેતરપિંડી

અમદાવાદ: શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા એક યુવકને ફોન પર આંદામાન-નિકોબાર ફરવા લઇ જવાનું કહી ઓનલાઇન ખાતામાં ૧ર વ્યક્તિના પપ ટકા લેખે રૂ.૧.પ૭ લાખ ભરાવી આંદામાન-નિકોબારની ટિકિટ નહીં મોકલી છેતરપિંડી આચાર્યાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. સોલા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સોલા સાયન્સ સિટી રોડ પર આવેલા ફ્લાક સીટાડેલ પાર્કવ્યૂ બંગલોઝ પાછળ પ્ર‌તીતભાઇ ચોવ‌િટયા રહે છે. થોડા દિવસ અગાઉ પ્રતિતભાઇને અજાણ્યા નંબર પરથી આશિષ શર્મા નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. આશિષ શર્માએ સસ્તા ભાવે આંદામાન-નિકોબાર ટૂરનો પ્લાન જણાવ્યો હતો. પ્રતિતભાઇની સાથે ૧ર વ્યક્તિઓની ટૂરનો પ્લાન નક્કી કરીને પપ ટકા લેખે રૂપિયા ભરવા જણાવ્યું હતું.

ટૂર નક્કી કર્યા બાદ આશિષ શર્માએ ૧ર વ્યક્તિના પપ ટકા લેખે રૂ.૧.પ૭ લાખ બેન્કના ખાતામાં જમા કરાવડાવ્યા હતા અને ટિકિટ પછી મોકલાવશે તેમ જણાવ્યું હતું. લાંબા સમય સુધી આશિષ શર્માએ ટિકિટ ન મોકલાવતાં અને ફોન બંધ આવતાં પ્રતિતભાઇએ આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસે બાદમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like