અનન્યા પાંડેની સુંદરતાને લોકો વારંવાર જોવા ઈચ્છશે

કરણ જોહર બોલિવૂડમાં નવા ચહેરા લોન્ચ કરતો રહે છે. તેણે ૨૦૧૨માં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને પહેલી વાર તક આપી હતી. અત્યાર સુધી તે તેની સિક્વલ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’માં ટાઇગર શ્રોફની ઓપોઝિટ અનન્યા પાંડે અને તારા સુતરિયાને પ્રસ્તુત કરવા જઇ રહ્યો છે.

અનન્યાને નજીકથી જાણનારા લોકોનું કહેવું છે કે તે જન્મજાત એક્ટર છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ સાઇન કર્યા પહેલાં તેણે એક્ટિંગ અને ડાન્સ ક્લાસ જોઇન કર્યા હતા. કરણે ૧૧ એપ્રિલે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’નું પહેલું પોસ્ટર જારી કર્યું, જેમાં અનન્યા બિનધાસ્ત અંદાજમાં જોવા મળી. અનન્યાની ગણતરી બોલિવૂડની મોસ્ટ સ્ટાઇલિસ્ટ અને પોપ્યુલર સ્ટાર પુત્રીઓમાં થઇ રહી છે.

૨૯ માર્ચ, ૧૯૯૯ના રોજ જન્મેલી અનન્યા પાંડે બોલિવૂડ અભિનેતા ચંકી પાંડેની મોટી પુત્રી છે, જે અત્યારે માત્ર ૧૯ વર્ષની છે. ચંકીનું કહેવું છે કે આજે લોકો અનન્યાને તેની પુત્રી તરીકે ભલે ઓળખતા હોય, પરંતુ એ દિવસો દૂર નથી જ્યારે તેની ઓળખ અનન્યાના ડેડી તરીકે થશે. અનન્યા શાહરુખની પુત્રી સુહાના અને સંજય કપૂરની પુત્રી સનાયા કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે. સુહાના અને સનાયા પણ ખૂબ જ જલદી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

કરણ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-‘૨ને લઇને ખૂબ જ આશાવાન છે. તેને ૧૦૦ ટકા વિશ્વાસ છે કે આ ફિલ્મ યુવાનોને ખૂબ જ ગમશે અને તેનું સૌથી મોટું કારણ તે અનન્યાને માને છે. કરણ કહે છે કે ‘બાગી-૨’ બાદ ટાઇગર સફળતાના રથ પર સવાર છે તો બીજી તરફ અનન્યાની સુંદરતાને યુવાનો વારંવાર જોવા ઇચ્છશે. આ ફિલ્મ પહેલા ભાગ કરતાં પણ વધુ શાનદાર પ્રદર્શન કરશે.

You might also like