બહેને ગવર્નરને સુપ્રત કર્યું રાજીનામું : નવા મુખ્યમંત્રી અંગ અવઢવ

ગાંધીનગર : મુખ્યમંત્રી આનંદીબહેનનાં રાજીનામાનાં નિર્ણય સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે. બહેન પાસેથી રાજીનામું લઇ લેવાયું છે તે પ્રકારનાં વિપક્ષના આક્ષેપો છે. અમિત શાહ મુખ્યમંત્રી બનશે તો ગુજરાત ફરી ભડકે બળશે. પાટીદારો પર દમન કરવાનો પોલીસને આદેશ આપનાર જનરલ ડાયર અમિત શાહ જ હતા વગેરે જેવા હાર્દિકનાં નિવેદન વચ્ચે અંતે મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રીએ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનાં નિવાસ સ્થાને પહોંચીને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દિલ્હીમાં ભાજપ હાઇકમાન્ડરની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીનું રાજીનામું સ્વિકારવું કે કેમ તે અંગે મનોમંથન બાદ અંતે રાજીનામું મંજુર કરવું તેવો નિર્ણય લેવાયો હતો. જેનાં પગલે મુખ્યમંત્રીએ ગવર્નર ઓ.પી કોહલીને રાજીનામું સુપ્રત કર્યું હતું. મુખ્યમંત્રીનાં રાજીનામાનો નાટકીય અંત આવ્યો હતો.

જો કે ભાજપની હાઇકમાન્ડની બેઠકમાં મુખ્યમંત્રી અંગે કોઇ નિર્ણય નહી લેવાયો હોવાનું વેંકૈયાનાયડુએ જણાવ્યું હતું. જો કે તેમણે અમિત શાહનાં નામ પર ઠંડુ પાણી રેડી દીધું હતુ. ઉપરાંત વિજય રૂપાણીએ પણ હું સંગઠનમાં રહીને જ કામ કરીશ. હું મુખ્યમંત્રીને રેસમાં નથી તેવું જણાવીને સ્પષ્ટ ના પાડી હતી. જેનાં કારણે નીતીન પટેલનુ નામ હાલ મુખ્યમંત્રી માટે ફાઇનલ હોવાનું રાજકીય સુત્રો જણાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બંધારણીય જોગવાઇ અનુસાર જ્યારે મુખ્યમંત્રી રાજીનામું આપે ત્યારે તેની સાથે સાથે તેનું મંત્રીમંડણ પણ રાજીનામું આપે છે. એટલે કે સમગ્ર સરકાર વિખેરાઇ જાય છે. જ્યાં સુધી નવા મુખ્યમંત્રીની પસંદગી ન થાય ત્યાં સુધી જુના મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ઔપચારિક રીતે સમગ્ર કાર્ય સંભાળે છે. જેથી નવા મુખ્યમંત્રી આવે તે પોતાનું મંત્રીમંડળ પણ નવું રચે અને શપથવિધિથી માંડીને તમામ કાર્યવાહી નવેસરથી થતી હોય છે.

You might also like