Video: આનંદીબેન MP જવા રવાના, મહાકાલેશ્વરના દર્શન બાદ શપથગ્રહણ કરશે!

રાજ્યના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન હવે મધ્યપ્રદેશના રાજકારણમાં જોડાવા જઈ રહ્યા છે. તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ ગુજરાતના રાજ્યપાલને મળ્યા બાદ હવે આજે મધ્યપ્રદેશ જવા રવાના થયા છે.

આનંદીબેન મધ્યપ્રદેશ બાય રોડ જવા રવાના થયા છે. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. આનંદીબેને મધ્યપ્રદેશ જતા પહેલા મીડિયા સમક્ષ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો અને પાણી તથા પર્યાવરણની ચિંતા કરવી આવશ્યક છે.

તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન કરેલા કાર્યો અંગે જણાવી આરોગ્ય અને શિક્ષણના મહત્વના કાર્યો થયા હોવાનું પણ કહ્યું હતું. જો કે તેમ છતાં તેઓ ખેડૂતોના પ્રશ્ને ચિંતિંત છે તેમ તેમણે જણાવ્યું હતું.

તેઓ ગુજરાત છોડવાના કારણે ભાવુક થઈ ગયા હતા. આનંદીબેન બાયરોડ મધ્યપ્રદેશ જવા રવાના થયા છે અને સાંજે 5 વાગ્યાની આસપાસ તેઓ પહોંચી જશે. તેઓ પ્રથમ મહાકાલેશ્વરના દર્શને જશે.

ઉલ્લેખનીય છે કે, આનંદીબેન આવતીકાલે રાજ્યપાલ તરીકે શપથ લેવાના છે. તેમણે ગુજરાતના રાજ્યપાલ કોહલી પાસેથી મધ્યપ્રદેશના રાજકારણની સ્થિતિ પણ જાણી લીધી હતી.

You might also like