Categories: Gujarat

કૂરિવાજો છોડાવવા આગેવાનો દાયિત્વ સ્વીકારેઃ આનંદીબહેન

અમદાવાદ: રાજકોટ શહેરમાં ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં વાલ્મિકી વિકાસ સમિતિ દ્વારા યોજવામાં આવેલા સમૂહલગ્ન સમારોહમાં જોડાયેલા ૧૮ યુગલોને મુખ્યમંત્રીએ આશીર્વચન પાઠવ્યાં હતાં. વાલ્મિકી સમાજની ગરીબ પરિવારોના ૧૮ યુગલોને કુંવરબાઈનું મામેરૂ યોજનાથી મુખ્યમંત્રીએ લાભાન્વિત કર્યાં હતાં. જ્યારે, સમૂહલગ્ન આયોજકોને પણ આર્થિક સહાય આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વાલ્મિકી સમાજમાંથી કૂરિવાજો દૂર કરવા આહ્વાન કર્યું હતું અને સામાજિક બદીઓ દૂર કરવા માટે આગેવાનોએ દાયિત્વ સ્વીકારવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું કે સામાજિક બદીઓ અને કૂરિવાજો, અંધશ્રદ્ધા દૂર થાય એ આજના સમયની માંગ છે. બાળકને તાવ આવે ત્યારે હજુ પણ આવી વિધિઓનો સહારો લેવામાં આવે છે. તેના કરતા તબીબી વિજ્ઞાનનો આશરો લેવો જોઈએ. આ ઉપરાંત, પરણવાપાત્ર ઉંમર ન થઈ હોવા છતાં કન્યાને લગ્નનાં બંધનમાં બાંધી દેવામાં આવે છે. બાળલગ્નની પ્રથા પણ દૂર કરવી પડશે અને બાળકીઓના શિક્ષણ પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું પડશે. દીકરી જો ભણશે તો આખા પરિવારને તારશે. આળા શિરસ્તાની મિશાલ આગેવાનોએ લેવી પડશે.

મુખ્યમંત્રીએ નવપરણિત દંપતીઓને લગ્નજીવનની શુભકામના પાઠવી હતી. નવદંપતીના લગ્નની નોંધણી સ્થળ પર જ કરવામાં આવી હતી. કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ પ્રત્યેક યુગલને રૂ. ૨૦ હજારની સહાય આપવામાં આવશે. જ્યારે અનુસૂચિત જાતિની ૪૦ કન્યાઓને વ્યવસાયિક તાલીમના ભથ્થાના ચેકો પણ મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યાં હતાં.

પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું છે અને અનુસૂચિત જાતિના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, તેમણે ગરીબ પરિવારની કન્યાઓના સમૂહલગ્નના આયોજન બદલ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. આયોજક કરશનભાઈ વાઘેલા તથા આગેવાન મુકેશભાઈ મલકાણે પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં.

લોકમેળા સમિતિ દ્વારા ૧૮ યુગલોને રૂ. ૧,૫૮,૪૦૦ના કબાટ, પલંગ વગેરે લગ્નભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.આ વેળાએ ચિમનાજી બાપુ, રામદાસ બાપુ, કેન્દ્રીય રાજ્ય મંત્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્ય મંત્રી ગોવિંદભાઈ પટેલ, મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ભાનુબહેન બાબરિયા, ચેરમેન દર્શનાબહેન વાઘેલા, ધનસુખભાઈ ભંડેરી, પ્રવીણભાઈ પંડ્યા, પુષ્કરભાઈ પટેલ, નાયબ મેયર દર્શિતાબહેન શાહ, ડૉ. જિતેન્દ્ર અમલાણી, ભીખાભાઈ વસોયા સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજ ઉપસ્થિત રહ્યો હતો.

admin

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago