આનંદે રિયાદમાં જીતી વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ

વિશ્વ ચેમ્પિયન કાર્લસનને પરાજય આપ્યાં બાદ ભારતના વિશ્વનાથન આનંદે પોતાની શાનદાર રમતના આધારે રિયાદમાં વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. વિશ્વનાથન આનંદે દુનિયાના નંબર એક ખેલાડી કાર્લસનને નવમી ગેમમાં હરાવીને 2013ની વિશ્વ ચેમ્પિયનશીપમાં મળેલી હારનો બદલો લીધો હતો.

તેણે 2013માં આ ખિતાબ કાર્લસન પાસેથી ગુમાવ્યો હતો. આ અગાઉ વિશ્વનાથન આનંદે 2003માં વ્લાદમીર ક્રામનિકને હરાવી આ ખિતાબ મેળવ્યો હતો.

પાંચમા રાઉન્ડની શરૂઆતમાં બંને સંયુક્ત બીજા સ્થાન પર હતા. જ્યારે વ્લાદીમિર ફેડોસીવ અને ઇયાન નેપોમ્યિયાશ્ચિના પણ 15માંથી 10.5 અંક હતા. આનંદે ટ્રાઇબ્રેકરમાં ફેડોવીસને 2.20 હરાવી ખિતાબ જીત્યો.

આનંદે 14માં રાઉન્ડમાં સફેદ મોહરાથી રશિયાના અલેકઝાન્ડર ગ્રિસચૂકને હરાવી પહેલા બે રાઉન્ડ ડ્રો કર્યા હતા. બીજી તરફ કાર્લસનને રશિયાના વ્લાદીસ્લાવે ડ્રો પર રોક્યો જેના કારણે આનંદ તેની સાથે સંયુક્ત પ્રથમ પર આવી ગયા.

You might also like