VIDEO: આણંદની કેનાલમાંથી યુવક-યુવતીનાં નગ્ન હાલતમાં મળ્યાં મૃતદેહ

આણંદઃ અહીં કેનાલમાંથી યુવક-યુવતીનાં મૃતદેહ મળી આવ્યાંની ઘટના સામે આવી છે. ઉમરેઠનાં બેચરી પાસેની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યાં હતાં. જો કે આ મૃતદેહ મળવા પાછળ યુવક-યુવતીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને લઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ઉમરેઠ નજીકનાં બેચરી પાસેથી પસાર થતી મહી કેનાલમાંથી નગ્ન હાલતમાં એકબીજાને દુપટ્ટાથી બાંધેલ યુવક યુવતીની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ હત્યાની પ્રબળ શંકા સાથે પોલીસે પણ મૃતક યુવક-યુવતીની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ ઘટનાને લઇ મહી કેનાલ નજીકથી પસાર થતા રાહદારીએ કેનાલમાં બે લોકોની બાંધેલી લાશ જોતાં ઉમરેઠ પોલીસને જાણ કરી હતી. જેને લઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બંને લાશોને બહાર કાઢવામાં આવી હતી.

યુવક યુવતીની નગ્ન હાલત અને દુપટ્ટાથી બાંધેલી લાશો જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી. દુપટ્ટો છોડતા અંદરથી બે સીમકાર્ડ વગરનાં મોબાઈલ પણ મળી આવ્યાં હતાં. જેને લઇ પોલીસને પ્રાથમિક દષ્ટિએ બંનેની હત્યા થઇ હોવાનું લાગતા બંનેની ઓળખ માટે પ્રયાસો શરૂ કરાયાં છે.

You might also like