આણંદમાં સેના ભરતી મેળામાં ભાગ લેવા ૭૧,૦૩૯ યુવાનોએ નોંધણી કરાવી

અમદાવાદ: આણંદના વલ્લભવિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં ગઈકાલથી સેના ભરતી મેળાની શરૂઆત થઇ છે. મેળામાં ભાગ લેવા કુલ ૭૧,૦૩૯ ઉમેદવારોએ ઓનલાઇન નોંધણી કરાવી છે, જે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સેનામાં ભરતી માટે આયોજિત કોઈ પણ મેળામાં ઉમેદવારોની સૌથી વધુ સંખ્યા છે.

રિક્રૂટિંગનાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ બ્રિગેડિયર દિનેશ ચઢ્ઢાએ જણાવ્યું કહ્યું હતું કે, પસંદગી પ્રક્રિયામાં ૧૦૦ ટકા પારદર્શકતા હાંસલ કરવા ભાર મૂક્યો છે. સૌથી વધુ સંખ્યામાં ઉમેદવારોએ પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો છે. અગાઉ ડિસેમ્બર, ર૦૧૬માં હિંમતનગરમાં આયોજિત સેના ભરતી મેળામાં સૌથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેનાં કરતાં પણ આ વખતે વધુ ઉમેદવારો સહભાગી થયાં છે.

સેના ભરતી મેળાની ઉત્કૃષ્ટ ગોઠવણ અને આયોજન કરવા બદલ ડિરેક્ટર રિક્રૂટિંગ અમદાવાદ કર્નલ અવનીત કપૂરની પ્રશંસા કરી હતી તથા સાથસહકાર આપવા બદલ જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.આ મેળો ૧૬ જુલાઈ, ર૦૧૭ સુધી ચાલશે. ગુજરાતનાં ર૧ જિલ્લાઓમાંથી ઉમેદવારો આ મેળામાં પસંદગી પામવા માટે પરીક્ષાનાં વિવિધ તબક્કાઓમાંથી પસાર થશે.
http://sambhaavnews.com/

You might also like