OMG: તો લગ્ન પછી બેડરૂમમાં સોનમ નહી કરી શકે આ કામ!

દરેક ફેન્સને ખબર છે કે સોનમ કપૂર સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એવો કોઈ દિવસ નહિ પસાર થયો હોય જ્યારે સોનમ કપૂરે સોશ્યલ મીડિયા પર તેની પોસ્ટ શૅર ન કરી હોય. તમે રોજ સોનમ કપૂરની સોશ્યલ અપડેટ જોઈ શકો છો. લગ્નની વ્યસ્તતાઓ વચ્ચે પણ અનિલ કપૂરની લાડલી અપડેટ્સ શૅર કરતી હોય છે.

જોકે એવું સાંભળવામાં આવ્યુ છે કે સોનમના ભાવિ પતિ આનંદ આહુજાને સોશ્યલ મીડિયાની લત નથી. તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતાં સોનમ કપૂરે પતિ વિશે રસપ્રદ વાતો કરી હતી. સોનમ કપૂરે કહ્યુ કે, ”અમે બંનેએ કેટલાક નિયમો બનાવ્યાં છે, હું સૂતા પહેલા બેડરૂમમાં મારો ફોન લઇ નહી જઇ શકું, મારુ સૂતાં પહેલા ફોન બાથરૂમમાં અથવા તો બીજા રૂમમાં ચાર્જિંગમાં મૂકવાનો રહેશે.” સોનમે જણાવ્યું કે, ”પોતાનું લગ્નજીવન સારૂ બનાવવા માટે દરેક કપલને આવા નિયમ બનાવવા જોઈએ.”

ઉલ્લેખનીય છે કે, સોનમના લગ્નની શરૂઆત 7 મેના રોજ મહેંદી સેરેમનીથી થશે. આઠ મેના રોજ બપોરે લગ્ન છે. આ સેરેમનીમાં શીખ ટ્રેડિશનને ફોલો કરવામાં આવશે. 8 મેની સાંજે રિસેપ્શન હશે. જેમાં બોલિવુડની અનેક સેલેબ્સ આવશે.

You might also like