ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કર્યું ટ્રેડ વોર, ચીને આપી ચેતવણી…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચ મહીનાની શરૂઆતથી ઇમ્પોર્ટ (આયાત) સામાન પર ટેરિફ લગાવીને ટ્રેડ વોરની જાહેરાત કરી હતી. ટ્રમ્પના ઇમ્પોર્ટ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જકાત લગાવ્યા બાદ ચીને પણ તેનો કરારો જવાબ આપ્યો છે. ચીન દ્વારા જણાવામાં આવ્યું છે કે અમેરિકાના આ નિર્ણયથી અમે ડરવાના નથી.

ચીને ચેતાવણી આપી છે કે જો અમેરિકાની સરકારે ચીનથી અમેરિકા પહોંચતા સામાન પર ટેરિફ ડયૂટી હટાવાનો નિર્ણય નહી લે તો ચીન પણ સામે કાર્યવાહી કરશે. ચીન પણ તેના દેશમાં આવતા અમેરિકાના સામાન પર હેવી ટેક્સ લગાવાનું શરૂ કરી દેશે.
ચીને એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકાથી ચીનમાં આવતા યુએસ પોર્ક, રિસાઇકલ્ડ, એલ્યુમિનિયમ, સ્ટીલ પાઇપ્સ, ફળ અને વાઇન પર ટેરફિ લગાવાની યોજના બનાવી રહ્યું છે.

ચીનના વાણિજય મંત્રાલયે આ અંગે જાહેરાત કરી છે. ચીને કહ્યું છે કે યૂએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ લગાવાના વિરુધ્ધ કાનૂની લડાઇ પણ કરશે. ચીને કહ્યું કે તેઓ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં યૂએસના ટેરિફ લગાવાના મુદ્દાને ઉઠાવશે. તેની સાથે ચીને અમેરિકાને કહ્યું કે આ ટ્રેડ વોરને પુરુ કરવા માટે વાર્તાલાપ થવો જોઇએ.

You might also like