ઠક્કરબાપાનગરમાં કોંગ્રેસના બાબુભાઈ માંગુ‌કિયાને મળતો અભૂતપૂર્વ પ્રતિસાદ

અમદાવાદ: મતદાન અાડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે. અમદાવાદના ઠક્કરબાપાનગર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુ માંગુ‌કિયાઅે ચૂંટણીમાં ઝુકાવ્યું છે તો સામા પક્ષે ભાજપના વલ્લભ કાકડિયાઅે ઉમેદવારી કરી છે.

ઠક્કરબાપાનગરમાં કોંગ્રેસના બાબુ માંગુ‌કિયાને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. ઠક્કરબાપાનગરમાં અાશરે બે લાખ ર૮ હજાર જેટલા મતદાર છે. અા વિસ્તાર મુખ્યત્વે શહેરી મત વિસ્તાર છે જ્યાં રાજ્યના વિવિધ વિસ્તારમાંથી તેમજ અન્ય રાજ્યમાંથી પણ વસાહતીઅો અાવીને વસ્યા છે. અા વિસ્તારમાં અાશરે ૩પ હજાર બિનગુજરાતી મતદાર છે.

અા વિસ્તારમાં મુખ્યત્વે લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, હીરા ઘસવા તેમજ કાપડ પર અેમ્બ્રોઈડરી વર્ક કરવા જેવા વ્યવસાય સાથે લોકો જાેડાયેલા છે. જાેકે અા વિસ્તારની મુખ્ય સમસ્યાઅો પર પ્રકાશ પાડતા કોંગ્રેસના ઉમેદવાર બાબુ માંગુ‌કિયા જણાવે છે કે વરસાદનાં પાણી સાથે પીવાનું પાણી ભળી જવું અે અા વિસ્તારનો પ્રાણ પ્રશ્ન છે અને અા સમસ્યા પર વર્ષોથી કોઈ જ કામ થયું નથી.

અા વિસ્તારમાં અાવેલી સરકારી શાળાઅોની પણ ખસ્તા હાલત છે અને અા વિસ્તારમાં કોઈ સરકારી હોસ્પિટલ પણ નથી. ઉપરાંત અા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો પણ સૌથી મોટો પ્રશ્ન છે. કેટલાક ભાગોમાં અસામાજિક તત્વોનો ભારે ત્રાસ છે જેને દૂર કરવા સહિતના પ્રશ્નો પર ધ્યાન અાપવાની નેમ બાબુ માંગુ‌કિયા મતદારો સમક્ષ વ્યકત કરી રહ્યા છે.

You might also like