અરવલ્લી: ભિલોડાના રીંટોળા ગામ પાસેથી બિનવારસી નવજાત બાળક મળી આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

અરવલ્લીના ભિલોડોમાંથી તાજુ જન્મેલું બાળક મળી આવ્યું છે. રીંટોળા ગામના વાંધા પાસે બિનવારસી હાલતમાં બાળક મળી આવતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

ત્યારબાદ સ્થાનિક દ્વારા તાત્કાલિક સારવાર માટે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા બાળકના વારસદાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડોદરામાંથી આવેલી એસએસજી હોસ્પિટલમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું. જેને લઇને આજે રાવપુરા પોલીસે પ્રસુતાના પતિ અને સસરાની ધરપકડ કરી છે. પોલીસે હોસ્પિટલના સીસીટીવીને લઇને તપાસ હાથ ધરી હતી.

You might also like