ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે અાજથી અોનલાઈન રજિસ્ટ્રેશન

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની કુલ ૬૬,૦પ૯ ડિગ્રી એન્જિનિયરિંગની બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઇ રહી છે. આ વર્ષે પહેલી વાર પ્રવેશ માટેની પ્રક્રિયા ૪પ દિવસ વહેલી લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.

ધોરણ-૧રની બોર્ડની પરીક્ષા હવે પૂરી થઇ છે ત્યારે આજથી ધોરણ-૧ર સાયન્સનું પરિણામ જાહેર થયા પહેલાં જ કોલેજોમાં એ‌િન્જ‌િનય‌િરંગ એડમિશનની પ્રક્રિયાનો આરંભ થઇ રહ્યો છે, જોકે ધોરણ-૧રનું પરિણામ મેના પહેલા સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. તે પ્રમાણે એડ‌િમશનનું શેડ્યૂલ બનાવાયું છે. સામાન્ય રીતે ધોરણ-૧ર સાયન્સનું પરિણામ જાહેર થયાના અઠવાડિયા બાદ એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે.

આજથી અમદાવાદ સહિત રાજ્યભરની ૧ર૩ ખાનગી બેન્કોમાં પિન અને માહિતી પુ‌િસ્તકાનું વિતરણ શરૂ કરાયું છે. આજથી ઓનલાઇન ર‌િજસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ છે તેમાં નવા શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯ના વર્ષના ડિગ્રી એન્જિનિયરિંગની કુલ ૬૬,૦પ૯ બેઠક માટે ર‌િજસ્ટ્રેશન થશે.

એન્જિનિયરિંગની સાથે ફાર્મસીની પણ કુલ પ,ર૧૪ બેઠક માટે આજે આ જ રીતે ઓનલાઇન ર‌િજસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ છે. ધોરણ-૧ર સાયન્સના વિદ્યાર્થીઓએ આજથી રૂ.૩પ૦ ભરીને પિન અને માહિતી પુ‌િસ્તકા લેવાની રહેશે. ર૬ એપ્રિલ, ર૦૧૮થી રાજ્યના દરેક જિલ્લા સ્તરે કુલ ૧૧૧ હેલ્પ સેન્ટર પર ઉમેદવારો માટે ર‌િજસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે. એડ‌િમશન કમિટી દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શન પુ‌િસ્તકામાં ચાલુ વર્ષે બ્રાન્ચ પ્રમાણે કઇ કોલેજમાં કેટલા ટકાએ એડ‌િમશન અટક્યું હતું તે તમામ વિગત જણાવવામાં આવી છે.

ડિગ્રી એન્જિનિયરિંગ માટે ર૬ એપ્રિલ એટલે કે આજથી ૧૪ મે સુધી ઓનલાઇન ર‌િજસ્ટ્રેશન થશે. ર૦ મેના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. ૧ જૂનથી પ જૂન સુધી મોક રાઉન્ડની ચોઇસ વિદ્યાર્થીએ આપવાની રહેશે. ૮ જૂને મોક રાઉન્ડનું પરિણામ જાહેર થશે. ૮ જૂનથી ૧૪ જૂન સુધી ફાઇનલ રાઉન્ડ માટે ચોઇસ ફી‌િલંગ થશે.

૧૮ જૂને પહેલા રાઉન્ડ માટે બેઠકોની ફાળવણી થશે અને ૧૮ જૂનથી રપ જૂન સુધીમાં વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. ૧ જુલાઇથી શૈક્ષણિકકાર્યનો આરંભ થશે.

You might also like