સાઉથ બોપલમાં ૧૨મા માળેથી રહસ્યમય રીતે પટકાતાં વૃદ્ધનું મોત

અમદાવાદ: સાઉથ બોપલમાં આવેલા ઓર્ચિડ એલિગન્સમાં રહેતા એક વૃદ્ધ આજે વહેલી સવારે ૧રમા માળેથી પટકાતાં તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બોપલ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બોપલ પોલીસે અકસ્માત મોત દાખલ કરી વૃદ્ધે આપઘાત કર્યો છે કે અકસ્માતે નીચે પટકાતાં મોત નીપજ્યું છે તે અંગેનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

સાઉથ બોપલમાં આવેલા ઓર્ચિડ એલિગન્સમાં કશ્યપભાઈ ગોર તેમના પરિવાર સાથે રહે છે. આજે સવારે ફ્લેટમાં અચાનક અવાજ આવતાં રહીશો બહાર દોડી ગયા હતા. કશ્યપભાઈના પિતા સુરેશભાઈ ગોર (ઉ.વ.પ૮) ૧રમા માળેથી નીચે પટકાતાં તેઓનું મોત નીપજ્યું હતું.

કશ્યપભાઈને જાણ થતાં તેઓ પણ દોડી ગયા હતા. બોપલ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરેશભાઈએ આપઘાત કર્યો છે તેઓ અકસ્માતે નીચે પટકાવાથી તેઓનું મોત નીપજ્યું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ ધાબા પર સવારના સમયે વોકિંગ કરવા ગયા હતા અને નીચે પડી જતાં તેમનું મોત થયું હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.

You might also like