ઘૂમામાં યુવકનો સગીરા પર બળાત્કારનો પ્રયાસ

અમદાવાદઃ શહેરના ઘુમા ગામમાં મોડી રાત્રે સગીરા સાથે છેડતીનો બનાવ બનવા પામ્યો છે. ખાટલામાં સૂતેલી સગીરાનું મોં દબાવી યુવકે ઇજજત લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આસપાસના લોકો જાગી જતાં યુવકને ઝડપી લઇ પોલીસને હવાલે કર્યો હતો. સગીરાની માતાની ફરિયાદને આધારે બોપલ-પોલીસે છેડતી પોકસો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઘુમા ગામમાં ૧૩ વર્ષીય સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. શનિવારે સગીરા તેના પરિવાર સાથે બહાર ખાટલામાં સૂઇ રહી હતી. દરમ્યાનમાં પાડોશમાં રહેતો ૩૦ વર્ષીય યુવક જમનાભાઈ ચૌહાણ મોડી રાત્રે ૩.૧પની આસપાસ સગીરાના ખાટલા પાસે આવ્યો હતો. યુવકે સગીરાનું મોઢું દબાવી દીધું હતું અને તેવી ઇજજત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક આવા બનાવથી હતપ્રત થયેલી સગીરા જાગી ગઇ હતી અને યુવકનો સામનાે કરી બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસ સૂતેલા લોકો જાગી ગયા હતા અને યુવકને ઝપડી લીધો હતો.  બોપલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. સગીરાની માતાએ જમનાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.

http://sambhaavnews.com/

You might also like