વડોદરા એક્સપ્રેસ-વે પર ત્રણ ખાનગી બસ-કાર વચ્ચે અકસ્માતઃ એકનું મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગઇકાલે મોડી રાત્રે ત્રણ ખાનગી લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા સાવલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર વડોદરા એક્સપ્રેસ રોડ પર સાવલીના પોઇચા ગામ પાસે ગઇ કાલે મોડી રાત્રે વડોદરાથી અમદાવાદ આવતી ખાનગી લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લકઝરીની પાછળ આવતી અન્ય બે લકઝરી બસને પણ અકસ્માત થયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર વ્યક્તિને ઇજા થતા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના પગલે એકસપ્રેસ-વે પર ટ્રાફિકજામ થયો હતો. ઘટનાની જાણ સાવલી પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી.

You might also like