અમદાવાદ આવતી લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માતઃ મુસાફરોનો અદ્દભુત બચાવ

સુરત-માંગરોળ રોડ પર કોસંબા નજીક અમદાવાદ તરફ આવી રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો, જોકે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે સુરતના માંગરોળ નજીક કોસંબાની સીમમાં નેશનલ હાઇવે-૮ પરથી ખાનગી ટ્રાવેલ્સ કંપનીની વોલ્વો બસ પસાર થઇ રહી હતી ત્યારે સામેથી આવી રહેલી ટ્રક સાથે લક્ઝરી બસ ધડાકાભેર અથડાતાં બસમાં બેઠેલા મુસાફરોએ ભયના કારણે બુમાબુમ કરી મૂકી હતી.

જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી, પરંતુ આઠથી દસ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી જઇ ગુનો દાખલ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી.

You might also like