ચાંગોદરમાં બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતઃ ૧પ પેસેન્જર ઘાયલ

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક ગત મોડી રાત્રે પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧પ મુસાફરોને નાની-મોટી ઈજા થઇ હતી. ડમ્પર સાથે બસ અથડાયા બાદ વેર હાઉસની દીવાલ સાથે અથડાયું હતું. મોડી રાતે થયેલા અકસ્માતમાં તમામ લોકોનો ચમત્કા‌િરક બચાવ થયો છે. લકઝરી બસ અમદાવાદથી વેરાવળ જતી હતી.

મોડી રાતે અમદાવાદથી પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ વેરાવળ જવા માટે નીકળી હતી. બસ સરખેજથી બાવળા તરફ પુરઝડપે જઇ રહી હતી ત્યારે ચાંગોદર પાસે એક ડમ્પર સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. બસની સ્પીડ એટલી વધારે હતી કે ડ્રાઈવરે ‌િસ્ટયરીંગ પરથી કાબૂ ગુમાવતાં દીવાલ સાથે અથડાઇ હતી. ડમ્પર સાથે અથડાતાંની સાથે જ બસ દીવાલ સાથે અથડાઇ હતી. મોડી રાતે થયેલા આ અકસ્માતથી પેસેન્જરોમાં બૂમાબૂમ મચી ગઇ હતી. આ ઘટનામાં બસના ડ્રાઇવર સહિત કુલ ૧પ લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી, જેમને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં આસપાસના લોકો બચાવકાર્ય માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાની જાણ ચાંગોદર પોલીસને થતાં તે તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આ મામલે બસચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

૧પ પેસેન્જરો પૈકી ૯ પેસન્જરને વધુ ઇજા થતાં તેમને સારવાર માટે સોલા સિવિલ અને અન્ય હોસ્પિટલમાં લઇ ગયા હતા. પેસેન્જરોમાં ડિમ્પલબહેન, રાજનભાઇ પટ્ટી, મંજલભાઇ દેલવાના, હીના ચૌહાણ, સચીન શાની, પંકજ સોલંકી, ખુશી કલા‌િરયા, મયૂર કોટેન્દ્રર અને જય ચિતરોડાને વધુ ઇજા
પહોંચી છે.

You might also like