અમાયરા દસ્તૂરનો ‘સાઈડ શેવ કટ’ લુક, મુંબઇ હેરસ્ટાઇલિસ્ટથી પ્રભાવિત

અમાયરા દસ્તૂરની બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં હજુ માત્ર આઠ-નવ ફિલ્મ જૂની છે, પરંતુ લાઇમલાઇટમાં કેવી રીતે રહેવું તે ખૂબ જ સારી રીતે જાણે છે. પ્રતીક બબ્બર સાથે ફિલ્મ ‘ઇશક’થી ડેબ્યૂ કરનારી અમાયરા હિંદીમાં અત્યાર સુધી ‘મિ.એક્સ’, ‘કૂંગફૂ યોગા’ અને ‘કાલાકાન્ડી’ જેવી ફિલ્મો કરી ચૂકી છે. હાલમાં તે સંજય દત્તના પ્રોડક્શનની ફિલ્મ ‘પ્રસ્થાનમ્’ના શૂટિંગમાં વ્યસ્ત છે તો બીજી તરફ લીના યાદવ નિર્દેશિત ‘રાજમા ચાવલ’નું શૂટિંગ પણ હમણાં પૂરું થયું છે.

આ ફિલ્મમાં તેનો લુક મુંબઇની સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાનીથી પ્રેરિત છે. સપના સલમાન ખાનના શો ‘બિગ બોસ’ની છઠ્ઠી સિઝનમાં આવી ચૂકી છે. આ અંગે વાત કરતાં અમાયરા કહે છે કે સપનામાં પોતાના નારીત્વને ટકાવી રાખવા ઉપરાંત એક પંક લુક બનાવવાની અદ્ભુત ક્ષમતા છે.

ફિલ્મમાં મારા લુક માટે અમારે કંઇક ડિફરન્ટ જોઇતું હતું. તેથી મારા માથામાં સાઇડ શેવ કરવામાં આવ્યું. આ કટ સાથે હું ઓન સ્ક્રીન એવી જરાય નહીં દેખાઉં જેવી હું છું. એ જ તો એક્ટર હોવાનો લાભ છે. એક્ટર હોવાના કારણે આપણને ડિફરન્ટ લુક ટ્રાય કરવાનો મોકો મળે છે.

૨૫ વર્ષીય અમાયરા આ ફિલ્મમાં દિલ્હીના એક અપ માર્કેટમાં સલૂન ચલાવનારી છોકરીનું પાત્ર ભજવી રહી છે. તે સ્વીકારે છે કે તે ક્યારેય સપનાને મળી નથી, પરંતુ ઓનલાઇન તેના વિશે વાંચ્યું છે અને જાણે છે.

આ ફિલ્મમાં કરેલું હેર ટ્રાન્સફોર્મેશન ધ ગર્લ વિથ અ ડ્રેગન ટેટુની રૂબી મારા અને સપનાના મિક્સ હેર કટનું મિશ્રણ છું. આ છોકરી મેરઠથી આવી છે, જે ઘરની એક ખાસ પરિસ્થિતિનાં કારણે ભાગી જાય છે. તેના વાળ તેના વિદ્રોહી તેવરને દર્શાવે છે. તે સ્વભાવથી એવી છે કે જે ઇચ્છતી નથી કે દરેક વ્યક્તિ તેને પોતાની પહોંચની સમજે.

You might also like