બોલિવૂડની એક મોટી ફિલ્મની રાહઃ એમી જેક્સન

બોલિવૂડ અભિનેત્રી એમી જેક્સન થોડા સમયમાં રજનીકાંત અને અક્ષયકુમાર અભિનીત ત્રિભાષી ફિલ્મ ‘૨.૦’માં જોવા મળશે. સફળતા અને નિષ્ફળતા અંગે વાત કરતાં તે કહે છે કે સફળતા બીજાઓના અનુસાર નહીં, પરંતુ તેના પર નિર્ભર કરે છે કે તમે શું અનુભવો છો. હું ખુશી અને એક સમૃદ્ધ કારકિર્દી ઇચ્છું છું. મારાં કેટલાંક સપનાં છે, પરંતુ પર્સનલ જિંદગીમાં ખુશ રહેવાનો મતલબ હું સફળતા સમજું છું. એમી નિષ્ફળતા સાથે પણ સારી રીતે ડીલ કરી શકે છે. તે કહે છે કે હું નિષ્ફળતા અંગે વિચારું છું. ટીકાઓ તો કોઇ અન્યનો વિચાર હોય છે, પરંતુ તેને સ્વીકારવી મુશ્કેલ છે. જ્યારે તમારો વિકાસ થાય છે ત્યારે તમારામાં કોન્ફિડન્સ આવે છે અને તમે નિષ્ફળતા પણ સ્વીકારતા થઇ જાવ છો.

ગયું આખું વર્ષ એમી ‘૨.૦’નું શૂટિંગ કરતી રહી. શંકર ડેટ્સની બાબતમાં ખૂબ જ કડક છે. જ્યારે તે ‘આઇ’ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેણે એક મોટી ફિલ્મ ગુમાવી દીધી. એમી કહે છે કે જ્યારે તમે શંકર જેવા ડિરેક્ટર સાથે કામ કરો છો ત્યારે આવું થતું રહે છે. હું હવે રજનીકાંત અને અક્ષયકુમાર સાથે કામ કરી ચૂકી છું અને મારી ડેટ્સ બદલી શકતી નથી. હવે મને બોલિવૂડની કોઇ મોટી ફિલ્મની રાહ છે. એમીને એક્શન કરવી પણ પસંદ છે. ‘સિંહ ઇઝ બ્લિંગ’ સમયે તેની પાસે બોડી ડબલ લેડી હતી, પરંતુ તેણે તેનો ઉપયોગ કર્યો ન હતો અને એક્શન સીન જાતે જ ભજવ્યા હતા. એમીને ભાષા શીખવાની વાતમાં થોડી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. •

You might also like