ઘણું બધું શીખવા મળ્યુંઃ એમી જેક્સન

બ્રિટિશ મોડલ અને અભિનેત્રી એમી જેક્સન હવે અંગ્રેજીમાં ‘બોગીમેન’ અને કન્નડમાં ‘ધ વિલન’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ બે ફિલ્મો તેની કરિયર માટે ખૂબ જ મહત્ત્વની છે. આ ફિલ્મોના માધ્યમથી તે સફળતાના નવા મુકામ પર પહોંચવા ઇચ્છે છે. તેની અન્ય એક ફિલ્મ ‘૨.૦’ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મના માધ્યમથી તે દક્ષિણના ટેલેન્ટેડ નિર્દેશક શંકર સાથે કામ કરી રહી છે. તે કહે છે કે હું પહેલાં તેમની સાથે ‘આઇ’ ફિલ્મ કરી ચૂકી છું. એમી કહે છે કે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમાર જેવા અભિનેતા સાથે કામ કરવું મારા માટે ગૌરવની વાત છે. આ ફિલ્મ ૨૦૧૦માં આવેલી ‘એન્થીરન’ની સિક્વલ છે. ભારતની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે.

અત્યાર સુધી એમીએ હિંદીમાં માત્ર ત્રણ ફિલ્મો કરી છે. ‘એક દીવાના થા’ તેની પહેલી હિંદી ડેબ્યૂ હતી. ત્યારબાદ ‘સિંહ ઇઝ બ્લિંગ’ અને ગયા વર્ષે તેણે ‘ફ્રિકી અલી’ નામની ફિલ્મ કરી. આ ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઇ ખાસ પ્રદર્શન કરી ન શકી, જોકે તેને આ વાતનો અફસોસ નથી. તે કહે છે કે મને પ્રતીક બબ્બર, અક્ષયકુમાર અને નવાઝુદ્દીન સિ‌િદ્દકી જેવા અભિનેતા સાથે કામ કરવાનો મોકો મળ્યો તે મારા માટે ખાસ છે. મેં તેમની પાસેથી ઘણું બધું શીખ્યું છે. આ લોકો એકદમ સહજ અભિનેતા છે. સેટ પર દરેક વ્યક્તિને મદદ કરતા રહે છે. •
http://sambhaavnews.com/

You might also like