એમી જેક્સનનું નવું રૂપ

સામાન્ય રીતે પોતાના હોટ ફોટા અને િફલ્મોમાંં અત્યંત ગ્લેમરસ અભિનય માટે ચર્ચામાં રહેનારી એમી જેક્સનના વ્યક્તિત્વનું એક નવું રૂપ સામે અાવ્યું છે. તે પશુઅોના રક્ષણને લઈ પહેલાં કરતાં વધુ ગંભીર બની છે. લંડનમાં ઉછરેલી એમીઅે પોતાની સ્કૂલને અાગ્રહ કર્યો છે કે તે એક વર્કશોપનું અાયોજન કરે, જ્યાં સ્કૂલના િવદ્યાર્થીઅોને મળીને તે પશુઅોના સંરક્ષણના મહત્ત્વ અંગે જણાવી શકે. અા અભિનેત્રીઅે હંમેશાં પશુ કલ્યાણ અભિયાનને સાથ અાપ્યો છે અને તેમના પર થતા અત્યાચારનો વિરોધ કરવાથી લઈને તેમના કલ્યાણ માટે કામ કરનારી કોઈ બિનસરકારી સંસ્થા માટે ફાળો એકઠો કરવા જેવું કામ હોય તો પણ તે હંમેશાં સંપૂર્ણ સહયોગ અાપે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એમી એવી પ્રવૃત્તિમાં લીન થવા ઇચ્છે છે, જે લોકોને પશુ સંરક્ષણ અંગે જાગૃત કરી શકે. તેને લાગે છે કે જ્યારે કલાકાર અાવા કોઈ મુદ્દા પર વાત કરે છે ત્યારે વધુ જાગૃતિ ફેલાય છે અને અાવી પહેલને લોકો ગંભીરતાથી લે છે. એમીઅે લંડનમાં પોતાની ટીમ સાથે વાત કરીને તેના સ્કૂલવાળાઅોને જણાવ્યું કે તેઅો સ્કૂલમાં વિશેષ સત્રનું અાયોજન કરે, જ્યાં તે ખુદ બાળકોને મળશે અને તેમને પશુઅોના સંરક્ષણ અંગે જાગૃત કરશે તેમજ બિલાડી અને ગલૂ‌િડયાને દત્તક લેવા માટે પણ પ્રેરણા અાપે. અા પ્રતિભાશાળી અભિનેત્રીને લાગે છે કે લોકો જાનવરના કલ્યાણ અંગે અેટલા જાગૃત નથી. જો જરૂર પડશે તો ફાળો જમા કરવાનું અભિયાન પણ શરૂ કરશે. •
http://sambhaavnews.com/

You might also like