તારાપુર નજીક ગરનાળું તૂટતાં અમૂલ દૂધનું ટેન્કર ફસાયું

આણંદના તારાપુરમાં ગરનાળું તૂટતા સ્થાનિકો પરેશાનીમાં મૂકાયા હતા. તારાપુરના મોરજ ગામમાં રસ્તા પરનું ગરનાળુ તુટયું હતું. એકાએક રસ્તા પરનું ગરનાળુ તૂટતા તેના પરથી પસાર થતું અમૂલ દૂધનું ટેન્કર પણ ફસાઈ ગયું હતું.

અમૂલ દૂધનું મોટું ટેન્કર પસાર થતા જ ગરનાળું તૂટ્યું હતું. જો કે સદનસીબે ડ્રાઈવરને કોઈ ઈજા થઈ નથી અને રસ્તા પરથી પસાર થતા સ્થાનિકોનો પણ બચાવ થયો છે. 13400 લીટર દૂધ ભરેલુ ટેન્કર રોડની વચ્ચે હાલમાં ફસાયુ છે. જો કે ડ્રાઇવરનો આબાદ રીતે બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગરનાળાની હાલત બિસ્માર હતી અને તેના માટે ફરિયાદ પણ કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે હવે એકાએક ગરનાળું તૂટી જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

You might also like