2000 સાબરમતી એક્સપ્રેસ વિસ્ફોટ કેસમાં AMUના વાની નિર્દોષ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ સ્કોલર અને હિજબુલ મુજાહિદ્દીના શંકાસ્પદ સભ્ય ગુલઝાર અહમદ વાનીને બારાબંકી કોર્ટે વર્ષ 2000માં સાબરમતી એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટના ષડયંત્ર રચવાના મામલે આજે દોષમુક્ત છોડી દીધો છે. આરોપીના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે પુરાવાના અભાવને કારણે વાની સહિત તેના સહયોગી આરોપી મોબિનને દોષમુક્ત કર્યા છે. અહમદના વકીલ એમ એસ ખાને જણાવ્યું કે ન્યાયાધીશ એમ એ ખાને બંને આરોપીઓને બધા આરોપમાંથી મુક્ત કરી દીધા છે કે કારણ કે ફરિયાદી પક્ષ તેઓ વિરુધ્ધ લગાવામાં આવેલ આરોપ સાબિત કરી શક્યા નથી.

વાનીની દિલ્હી પોલીસે 2001માં કથિત રૂપથી વિસ્ફોટક અને આપત્તિજનક સામાન સાથે ધરપકડ કરી હતી. તે શ્રીનગરના પીપરકારી વિસ્તારનો રહેવાસી છે. હાલમાં તે લખનઉની એક જેલમાં બંધ છે. તેના પર જે વિસ્ફોટોનો આરોપ લગાવામાં આવ્યો છે તે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર ટ્રેન મુઝફફરપુરથી અમદાવાદ જઇ રહી હતી. આ વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા.
http://sambhaavnews.com/

You might also like