ત્રણ શખસોએ એએમટીએસ બસની ટિકિટની લૂંટ ચલાવી

અમદાવાદ: સામાન્ય રીતે આપણે સાંભળીએ છીએ કે કોઇ ચોર કે લૂંટારુ સોનાની વસ્તુઓ અથવા પૈસા કે કીમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવતા હોય છે, પરંતુ અેએમટીએસ બસની ટિકિટોની લૂંટ ચલાવી હોવાનું ક્યારેય સાંભળ્યું નહીં હોય, પરંતુ આવું હકીકતમાં બન્યું છે.

ચાંદખેડાના જનતાનગરમાં રહેતા બાબુભાઇ ભગોરા એએમટીએસ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે બપોરના સમયે ૬૯ રૂટ નંબરની એએમટીએસ બસ કાર‌િગલ પેટ્રોલપંપથી સોલા સાયન્સ સિટી તરફ જઇ રહી હતી ત્યારે અચાનક જ એક બાઈક પર ત્રણ શખસો આવ્યા હતા અને તેઓએ  બસને રોકી હતી, તેમાંના મોઢા પર રૂમાલ બાંધેલા બે શખસ બસમાં ચઢી ગયા હતા અને બસના કંડક્ટર બાબુભાઇના હાથમાં રહેલી ર૦૦૦ રૂપિયાની ટિકિટો ઝૂંટવીને નીચે ઊતરી બાઇક પર બેસીને ફરાર થઇ ગયા હતા. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

You might also like