એએમટીએસના પીધેલા બસ ચાલકને લોકોએ પોલીસને સોંપ્યો

અમદાવાદ: લાલ દરવાજાથી ભોયણ ગામ જતી એએમટીએસ બસના ચાલકે દારૂ પીને બેફામ રીતે બસ ચલાવતા લોકોએ નહેરુબ્રિજ પાસે બસ ઊભી રખાવીને પોલીસને જાણ કરી હતી. નવરંગપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ દારૂ પીધેલા બસ ચાલકની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ ગઇકાલે રાત્રે લાલ દરવાજાથી ભોયણ ગામ જતી ૭૧/૧ નંબરની બસનો ચાલક નહેરુબ્રિજ પાસે દારૂ પીધેલો હોવાનો કંટ્રોલ મેસેજ મળ્યો હતો. જેથી નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં પરાગ પ્રજાપતિ (રહે.વટવા) નામનો યુવક ૭૧/૧ નંબરની રૂટની બસ દારૂ પીને બેફામ રીતે ચલાવતો હતો. જેથી લોકોએ બસ ઊભી રખાવી અને પોલીસને જાણ કરી હતી. નવરંગપુરા પોલીસે દારૂ પીધેલા બસ ચાલકની ધરપકડ કરી હતી અને એએમટીએસ બસને કબજે લઇ તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like