એએમટીએસના ડ્રાઈવરોનું બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગનું તૂત

અમદાવાદ: એએમટીએસમાં પ્રાણઘાતક અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે, જે માટે મહદંશે ડ્રાઇવરોનું રફ ડ્રાઇવિંગ જવાબદાર છે. કેટલીક વાર અમુક ડ્રાઇવર દારૂના બંધાણી હોવાનું પણ ખૂલ્યું છે. આવા દારૂડિયા ડ્રાઇવરને ઓળખી કાઢવા તંત્રે લાખો રૂપિયાના ખર્ચે બે બ્રેથ એનેલાઇઝર ખરીદયાં છે. એક મહિનાથી વિ‌િજલન્સની ટીમ બ્રેથ એનેલાઇઝરથી દરરોજ ૧પથી ર૦ ડ્રાઇવરનું ચેકિંગ કરે છે, પરંતુ હજુ સુધી એક પણ ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં તંત્રને મળી ન આવતાં આ બાબત ચર્ચાસ્પદ બની છે.

આમ તો અકસ્માત ઘટાડવા સત્તાવાળાઓએ નહેરુબ્રિજ પાસેના ગમખ્વાર અકસ્માત બાદ નવી નીતિ બનાવી છે, પરંતુ આ નીતિ ફક્ત કાગળ પર જ રહી છે. ફક્ત નીતિ અનુસાર એક મહિના પહેલાં બે બ્રેથ એનેલાઇઝર ખરીદાયાં હોઇ તેના દ્વારા ડ્રાઇવરનું ચેકિંગ કરાય છે, જોકે ટર્નિંગવાળા રસ્તા પર વિ‌િજલન્સની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાતું નથી. મહત્ત્વના ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા મૂકી ઓવરસ્પીડ કે રફ ડ્રાઇવિંગનું નિરીક્ષણ થતું નથી. સંસ્થાના કંડક્ટરો પાસેથી પ્રાઇવેટ ઓપરેટરના ડ્રાઇવરની વર્તણૂક અંગે રિપોર્ટ લેવાના મામલે પણ સત્તાવાળાને ખાસ સફળતા મળી નથી. ઘણા કંડકટરોએ આવો કોઇ રિપોર્ટ તંત્રને સુપરત કરવાનો સ્પષ્ટ ઇન્કાર જ કર્યો છે. આ કંડક્ટરોને રિપોર્ટ કરવામાં ‘ભાઇબંધી’ આડે આવે છે! આ પ્રકારે તંત્રની નીતિ કાગળ પરનો વાઘ જ મહિનાઓ બાદ પુરવાર થતાં છાશવારે એએમટીએસ બસનાં તો‌િંતંગ પૈડાંની નીચે નિર્દોષ નાગરિકો કચડાઇ રહ્યા છે.

દરમ્યાન આજે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના તંત્રના ડ્રાફટ બજેટમાં રૂ. દસેક કરોડનાં કેપિટલ કામમાં વધારો કરાયો છે. સત્તાધીશોના આશરે રૂ.પ૩પ કરોડના સુધારિત બજેટમાં શહેરમાં નવા નવા રૂટ શરૂ કરવાનું વચન ઉતારુઓને અપાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એએમટીએસની દૈનિક ખોટ એક કરોડ રૂપિયાની છે. દરરોજની જંગી ખોટને ઘટાડવાની દિશામાં હજુ સુધી તંત્ર કે શાસકો ગંભીર બન્યા નથી. આના
બદલે છેક અમદાવાદ બહારના દૂર દૂરના સાણંદ જેવા વિસ્તારમાં એએમટીએસ બસ દોડાવાઇ રહી છે.
http://sambhaavnews.com/

You might also like