એએમટીએસના ચેરમેન બનતા ચંદ્રપ્રકાશ દવે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બોર્ડ બેઠકમાં નવી ટર્મ માટેની વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી. જેમાં આ કમિટીના સભ્યોની મુદત અઢી વર્ષ રહેશે.શાસક પક્ષ ભાજપ તરફથી જમાલપુર વોર્ડમાંથી અપક્ષમાંથી ચૂંટાયેલા સભ્યને બે કમિટીમાં સ્થાન આપવામાં આવતા આશ્વર્ય સર્જાયુ છે.  અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં ભાજપે ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ મળેલી બોર્ડ બેઠકના પ્રારંભે પઠાણકોટમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા સાત જવાનોને શોકાંજલિ પાઠવવામાં આવી હતી.

ત્યારબાદ મેયર ગૌતમ શાહે વિવિધ કમિટીઓની રચના માટે પ્રક્રિયા હાથ ધરી કમિટીઓની જાહેરાત કરી તેના અનુમોદન માટે સત્તાધારી અને વિપક્ષના સભ્યોની બહુમતિ માટેના પ્રસ્તાવ અને ટેકા સાથેના નામ જાહેર થયા બાદ બહુમતિ મેળવનારા સભ્યોની કમિટીના ચેરમેન અને સભ્ય તરીકે નામ જાહેર કર્યા હતા. જેમાં વિવિધ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં એએમટીએસ અને વી.એસ. સિવાયના અન્ય તમામ કમિટીમાં ૧૬ સભ્યની વરણી થઈ છે.

આ ઉપરાંત વેટરનરી હોસ્પિટલ કમિટીમાં બે પ્રતિનિધિ તરીકે મીના બહેન પટેલ અને રેખાબહેનની વરણી કરવામા આવી છે. જ્યારે બેચરદાસ દવાખાના કમિટીમાં પ્રિતીબહેન અને જયશ્રીબહેનની વરણી કરવામાં આવી છે. જ્યારે જમાલપુર વોર્ડમાંથી ચૂંટાયેલા અપક્ષ સભ્ય ઈમરાન ખેડાવાલાને લીગલ અને મટિરિયલ્સ પરચેજ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

You might also like