મ્યુનિ. બસની અડફેટે આવી જતાં બાઇકચાલકનું મોત

અમદાવાદ: નરોડા રોડ પર મ્યુનિસિપલ બસની અડફેટે આવી જતા એક બાઇકચાલકનું ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે નરોડા રોડ પર સેલ.વી. પંપ પાસેથી ૩૦ વર્ષની વયનો એક યુવાન બાઇક ચલાવી પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળના ભાગેથી પૂર ઝડપે આવી રહેલી એએમટીએસ બસે બાઇકને ટક્કર મારતાં બાઇકચાલક યુવાન રોડ પર પટકાયો હતો. આ યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ યુવાનનું નામ, સરનામું કે અન્ય વિગત જાણવા મળ્યા નથી. ઘટનાના પગલે લોકોનાં ટોળે ટોળાં રોડ પર ભેેગા થઇ ગયાં હતાં. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like