ડ્રગ્સ દાણચોરી: મમતા કુલકર્ણી અને વિકી ગોસ્વામી ભાગેડુ જાહેર

થાણે: થાણેની વિશેષ અદાલતે કરોડોનાં ડ્રગ્સની દાણચોરી કેસમાં પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી અને દાણચોર વિકી ગોસ્વામીને ભાગેડુ જાહેર કરી આ બંનેની તમામ મિલકતો જપ્ત કરવા આદેશ આપ્યો છે.  એનડીપીએસ અદાલતના ન્યાયાધીશ એચ એમ પટવર્ધને આપેલા આદેશમાં જણાવ્યું છે કે હવે આ કેસમાં વિકી ગોસ્વામી અને મમતા કુલકર્ણીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં છે. તેથી આ બંનેની તમામ મિલકત જપત કરવામાં આવે. આ આદેશ બાદ શિશિર હીરેએ જણાવ્યું હતું કે હવે આ કેસમાં કાયદો બનાવનારી એજન્સીઓએ કામ કરવાનું રહેશે. અને પોલીસે પણ આ અંગે એક મહિનામાં અહેવાલ આપવો પડશે.જેમાં પોલીસને આરોપીઓની મિલકત જપત કરવાનો અધિકાર છે. તેમજ આદેશ મુજબ પોલીસ આ બંને આરોપીઓને સરનામે વોરંટની બજવણી પણ કરી શકશે.

હવે આ કેસની વધુ સુનાવણી આગામી 10 જુલાઈએ રાખવામાં આવી છે. ગત મહિનામાં અરજદારે આ કેસમાં મમતા અને વિકીને ભાગેડુ આરોપી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવા માગણી કરી હતી. ગત 13 એપ્રિલ 2016ના રોજ પોલીસે આ બંનેને 12 લાખના એફેડ્રિન સાથે પોલીસે ધરપકડ કરી હતી. તેમની ધરપકડ બાદ 2000 કરોડના ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો હતો.જેમાં પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ગત માર્ચમાં થાણેની એક અદાલતે મમતા અને વિકી સામે બિન જામીન વોરંટ ઈશ્યૂ કર્યું હતું.
http://sambhaavnews.com/

You might also like