મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પત્ની સાથે અમિતાભે કર્યો ડાન્સ

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક લો પ્રોફાઇલ વ્યક્તિ છે. પરંતુ તેમની પત્ની અમૃતા ફડણવીસ એક બહુમુખી પ્રતિભા ધરાવે છે. તે એક સફળ બેંકર, એક ઉમદા માતા અને પત્ની સાથે એક સારી સિંગર અને સોશિયલ વર્કર છે. ત્યારે આ બધાથી અલગ વધુ એક ટેલેન્ટ અમૃતાનું લોકો સમક્ષ આવ્યું છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં અમૃતા ફડણવીસ બોલીવુડ બાદશાહ અમિતાભ બચ્ચન સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં અમૃતાએ રેડ કલરનું વનપિસ પહેર્યું છે. જેમાં તેનો દેખાવ બોલિવુડ હિરોહીનને ટક્કર આપ તેવો છે. મુંબઇના ઓપેરા હાઉસમાં ગઇકાલે આ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે. અમૃતાએ લાલ રંગનુ વનપીસ પહેર્યું હતું જ્યારે અમિતાભે શફેદ શર્ટ અને પીળા કલરનું જેકેટ પહેર્યું હતું. વીડિયોમાં અમૃતાએ અમિતાભનો હાથ પકડીને ડાન્સ સ્ટેપ લીધા હતા. આ વીડિયોને અહેમદ ખાને ડિરેક્ટ કર્યો છે. અહેમદ ખાને જણાવ્યું છે કે આ એક સુંદર ગીત છે જેના બોલ છે, ‘ફિર સે..’ જેમાં અમૃતા એક આઇટી ઇન્સિટ્યુટમાં એડમિશન લેવા માંગે છે. જેને અમિતાભ બચ્ચન ચલાવી રહ્યાં હોય છે. આ ગીતમાં બંને વચ્ચે વાતચીતના દ્રષ્યો પણ છે. વીડિયોનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે.

visit: sambhaavnews.com

You might also like