અમૃતસરી પનીર ટિક્કા

સામગ્રી

250 ગ્રામ પનીર ક્યૂબ્સમાં કટ કરેલા

4 ચમચી ચણાનો લોટ

¼ ચમચી અજવાઇન

¼ ચમચી હળદર

¼ ચમચી ગરમ મસાલો

½ ચમચી કાશ્મીરી મરચુ

1 ચમચી લીંબુનો રસ

અડધી ચમચી આદુ લસણની પેસ્ટ

2 ચમચી પાણી

3 ચમચી તેલ

મીંઠુ સ્વાદ અનુસાર

ચાટ મસાલો સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ એક વાટકામાં તેલ, પનીર, ચાટ મસાલો અને બાકીની તમામ સામગ્રીઓ મિક્સ કરો. આ મિક્ષણને પેસ્ટની રીતે બનાવો ત્યાર બાદ તેમાં પનીરના ટૂંકડા એડ કરી મેરીનેટ કરો. પનીરના ટૂંકડા તૂટી ન જાય તેનું ધ્યાન રાખો. ત્યાર બાદ જે વાટકામાં પનીર રાખ્યું છે અને  30 મિનીટ માટે તેમાં જ  રહેવાદો. હવે એક પેનમાં ત્રણ ચમચી તેલ એડ કરી ગરમ કરો. ત્યાર બાદ તેમાં પનીરના મૈરીનેટ કરેલા પીસ ધીરે ધીરે એડ કરો. તેલ વધારે ગરમ ન હોવું જોઇએ. નહીં તો પનીર ચોટી જશે. જ્યારે પનીર એક બાજુ બ્રાઉન કલરનું થઇ જાય ત્યાર બાદ તેને ફેરવીને બીજી બાજુ બ્રાઉન કલરનું થવાદો. જ્યારે બધા જ પનીર ફ્રાય થઇ જાય ત્યારે એક પ્લેટમા નિકાળી તેની પર ચાટ મસાલો ભભરાવો. ત્યાર બાદ લીલી ચટણી કે મીઠી ચટણી સાથે તેને સર્વ કરો.

You might also like