અમૃતસર દુર્ઘટનાઃ બન્ને ટ્રેન ખાસ સિસ્ટમથી હતી સજ્જ, ડ્રાઇવર સાવચેતી રાખત તો બચી જાત અનેક જિંદગી

અમૃતસરમાં 61થી પણ વધારે લોકોનાં ટુકડાં કરનારી બે ગાડીઓમાં ન્યૂમેટિક એરબ્રેક સિસ્ટમ લાગી હતી. જો ડ્રાઇવર થોડીક પણ સાવધાની રાખતા તો આટલી મોટી સંખ્યામાં લોકો ના મરતા. ન્યૂમેટિક એરબ્રેક સિસ્ટમ, ભારતીય રેલ્વેની નવીનતમ ટેક્નીક માનવામાં આવી રહી છે.

આ બ્રેક સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી ઓપરેટ થાય છે. આની મદદથી કોઇ પણ ઇમરજન્સીમાં ગાડીને રોકી શકાય. બ્રેક લાગ્યા બાદ હાઇસ્પીડમાં ચાલી રહેલી ગાડી દોઢ સો મીટરનાં અંતરે રોકાઇ જાય છે.

ન્યૂમેટિક એરબ્રેક સિસ્ટમની ખાસિયતઃ
ઉત્તર રેલ્વેમાં ગાડીઓની સ્પીડ અને ટ્રેક ક્ષમતાનાં વિશેષજ્ઞ એક અધિકારીનું કહેવું એમ છે કે ન્યૂમેટિક એરબ્રેક સિસ્ટમની ખાસિયત એ છે કે આનાં ઉપયોગથી ગાડીનાં ડીરેલમેન્ટની સંભાવના ના બરાબર હોય છે. પહેલા ગાડીઓમાં વેક્યૂમ બ્રેક હોય છે કે જેને લગાવ્યા બાદ ગાડી સાડા ત્રણ સો મીટરનાં અંતરે જઇને રોકાઇ જાય છે. આમાં અનેક વાર ગાડીનાં ડિરેલમેન્ટ થવાનો ખતરો બની રહેતો હતો.

શુક્રવારની રાત્રે જોડા ફાટકની નજીક જ્યારે આ ઘટના થઇ તો જલંધર-અમૃતસર ડીએમયૂ નંબર 74643ની સ્પીડ 100થી પણ અધિક હતી. આ ફાટકથી મોટા ભાગની ગાડીઓ 110 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ગુજરતી હોય છે. ઘટના સમયે બીજી ગાડી 13006 અમૃતસર-હાવડા એક્સપ્રેસ પણ ફુલ સ્પીડ પર ચાલી રહી હતી.

ડ્રાઇવર સાવધાની રાખત તો દરેકનાં જીવ બચી જાતઃ
રેલ્વે એક્સપર્ટ કેતન ગોરાડિયા અને આઇએસ શર્માનું કહેવું એમ છે કે બંને ગાડીઓને માટે ત્યાં કોઇ જ કોશન નથી લાગેલ જેથી તે ફુલ સ્પીડ પર હતી. મહત્વની બાબત તો એ છે કે બંને ગાડીઓનાં ડ્રાઇવર જો થોડીક પણ સાવધાની રાખત તો દુર્ઘટના આટલી મોટી ના સર્જાત.

જો ચાલક 150-200 મીટર પહેલા ન્યૂમેટિક એરબ્રેક સિસ્ટમનો ઉપયોગ કરતા તો રાવણનાં દહનનાં સ્થળ સુધી ગાડી જરૂરથી રોકી શકાત. બંને ગાડીઓનાં ડ્રાઇવરોમાંથી કોઇએ પણ ઝડપમાં ઘટાડો ના કર્યો અને ના તો ઇમરજન્સી બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેઓને ટ્રેકની આસપાસ ભીડ સ્પષ્ટપણે જોવાં મળી રહી હતી.

You might also like