અમૃતસર : માનહાની કેસમાં સોમવારે અમૃતસર લોકલ કોર્ટે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આશીષ ખેતાન અને સંજય સિંહને સમન આપ્યું છે. કોર્ટે કેજરીવાલને 29 જુલાઇએ રજુ થવા માટે જણાવ્યું હતું. અમૃતસરની લોકલ કોર્ટમાં કેજરીવાલની વિરુદ્ધ માનહાનીનો કેસ પંજાબ રેવન્યુ ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન મંત્રી બિક્રમસિંહ મજેઠીયાએ કર્યો છે. કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીનાં નેતા આશીષ ખેતાન અને સંજયસિંહને પણ સમન મોકલવામાં આવ્યું છે. સંજયસિંહ પર લુધિયાણા કોર્ટમાં વધારે એક માનહાનીનો કેસ ચાલી રહ્યો છે.
અગાઉ 9 જુલાઇએ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પટિયાલા હાઉસકોર્ટમાં માનહાનીનાં એક કેસમાં ખાનગી મુચકલા પર જામીન આપી દેવામાં આવી હતી. કેજરીવાલે ભાજપનાં સાંસદ રમેશ વિધુડીની તરફથી દાખલ કરવામાં આવેલ ગુનાહિત માનહાનીની ફરિયાદનાં મુદ્દે આરોપી તરીકે ગણાવવામાં આવ્યા હતા.
વિધુડીએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે એક સમાચાર ચેનલના ઇન્ટરવ્યુમાં તેની માનહાની કરી હતી. કેજરીવાલે ખોટુ બોલતા કહ્યું હતું કે વિધુડી અને કોંગ્રેસનાં એક નેતાની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. જો કે દિલ્હી પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી નથી કરી.