મોદીએ નવાઝને કહ્યું ઇદ મુબારક : સરહદ પર પણ જવાનોએ મીઠાઇ વહેંચી

અમૃતસર : મુસ્લિમ સમુદાયનાં સૌથી મોટા તહેવાર ઇદનાં પ્રસંગે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનાં વડાપ્રઅધાન નવાઝ શરીફને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ શરીફને ફોન કરીને તેમને તથા પાકિસ્તાની નાગરિકોને ઇદની શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત શરીફનાં ખબર અંતર પણ પુછ્યા હતા.

ઇદની ધૂમ ભારત – પાકિસ્તાનની સીમા પર પણ જોવા મળી હતી. પંજાબ ખાતે આવેલી અટારી – વાઘા બોર્ડર, હુસૈનીવાલા અને ફાઝિલ્કા સેક્ટરની સાદકી ચૌકી પર ભારતીય સુરક્ષા દળો તથા પાકિસ્તાનનાં રેન્જર્સએ એક બીજાને ઇદની શુભકામનાઓ પાઠવી હતી. ભારત અને પાકિસ્તાનને સીમા સુરક્ષા જવાનોએ બોર્ડર પર એક બીજાને મીઠાઇઓ પણ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ઉપરાંત ભારતનાં કેટલાક હિસ્સાઓમાં પણ આજે ઇદ મનાવાઇ હતી.

ઇદનાં પ્રસંગે અટારી -વાઘા બોર્ડર પર સીમા સુરક્ષા દળો તથા પાકિસ્તાની રેન્જર્સનાં અધિકારીઓએ મીઠાઇ તથા ફળો એકબીજાને આદાન પ્રદાન કર્યા હતા. પાકિસ્તાની રેનજનાં અધિકારી બલાલે સીમા સુરક્ષા દળનાં ડીઆઇજી જે.એસ ઓબરોયને ફળો અને મીઠાઇ આપીને શુભકામનાઓ પાઠવી હતી. ડીઆઇજીએ મીઠાઇ આપીને પાકિસ્તાની રેન્જરોને ઇદ મુબારક કહ્યું હતું. આ પ્રસંગે જે.એસ ઓબરોયે કહ્યું કે દરેક તહેવાર પર બંન્ને દેશનાં સીમા રક્ષક દળો મીઠાઇ અને ફલોનું આદાન પ્રદાન કરે છે.

આ સાથે જ ફાજિલ્કા સેક્ટરમાં ભારત પાકિસ્તાન સીમા પર આવેલી સાદિકી ચોકી પર બીએએફનાં અધિકારીરઓએ પાકિસ્તાની રેન્જર તથા અધિકારીઓને મીઠાઇ આપીને શુભકામનાઓ પાઠવી હતી. હુસૈનીવાળા બોર્ડર પર પણ બંન્ને દેશોનાં જવાનોએ એકબીજાને મીઠાઇ અને શુભકામનાઓ આપી હતી.

You might also like