અમરેલીમાં માથાભારે શખ્સ ઈરફાન ટાલકી પર જીવલેણ હુમલો, સારવાર અર્થે

અમરેલી: શહેરનાં નામચીન શખ્સ ઈરફાન ટાલકી પર કેટલાંક અજાણ્યાં શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાંની ઘટના સામે આવી છે. અમરેલીનાં ટાવરચોકમાં આ અજાણ્યાં શખ્સોએ જાહેરમાં છરીનાં ઘા ઝીંકીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

છરીનાં આડેધડ હુમલાથી ઈરફાન ટાલકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને ગંભીર હાલતમાં જ સારવાર માટે રાજકોટમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ હુમલાનાં ભયથી ટાવરચોકની દુકાનો પણ અચાનક ટપોટપ બંધ થઈ ગઈ હતી.

શહેરનાં નવ નિયુક્ત SPનાં આગમન સાથે જ અમરેલીમાં આવી હત્યાનો પ્રયાસ કરાયો. જો કે આ હુમલાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે તેમજ આરોપીઓને પકડવા ચક્રો પણ ગતિમાન કરી દીધાં છે. ઈરફાન ટાલકી હાલમાં રાજકોટમાં સારવાર હેઠળ છે તેમજ તેની હાલત પણ ખૂબ ગંભીર છે.

You might also like