અમરેલી: જીલ્લામાં આયકર વિભાગે આઈસ્ક્રીમની ફેક્ટરી પર તવાઈ બોલાવી છે. જીલ્લામાં આવેલી શિતલ આઈસ્ક્રીમની ફેક્ટરી પર આયકર અધિકારીઓએ વિશેષ તપાસ હાથ ધરી છે. ભાવનગરનાં આયકર વિભાગનાં અધિકારીઓએ કાર્યવાહી કરતાં શિતલ ફેક્ટરીનાં ગોડાઉન સહિત અન્ય વિભાગોમાં તપાસ હાથ ધરી હતી.
મહત્વનું છે કે શહેરની નામાંકિત એવી શીતલ આઇસ્ક્રીમની ફેક્ટરીમાં બુધવારે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં ગોડાઉન અને ફેક્ટરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડાને લઇને શિતલ ફેક્ટરીનાં કર્મચારીઓ, મેનેજર સચેત થઇ ગયા હતાં તેમજ આ દરોડાને લઇને આઇસ્ક્રીમની બીજી અન્ય ફેક્ટરીઓવાળાઓમાં પણ ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે શીતલ આઇસ્ક્રીમ ફેક્ટરી એ કરોડોનું ટર્નઓવર ધરાવે છે.