ધૂમ્રપાનનાં કારણે થનારા મૃત્યુમાં ભારત ચોથા નંબર પર

નવી દિલ્હી : ધૂમ્રપાનની જાહેરાત સાથે જ સિનેમાઘરોમાં કોઇ ફિલ્મની શરૂઆત થાય છે. ધુમાડો માત્ર તમારા માટે જ નહી પરંતુ તમારા માટે પણ જીવલેણ છે.. ફિલ્મો પહેલા દેખાડાતી જાહેરાતના સંદેશમાં લગભગ કોઇને રસ નથી હોતો. જેના કારણે ભારત આજે ધૂમ્રપાનથી મરનારા ટોપ ચાર દેશોમાંનો એક છે.

પત્રિકા ધ લેનસેટમાં પ્રકાશીત ગ્લોબલ બર્ડન ઓફ ડિજીજીનાં અનુસાર 2015માં વિશ્વમાં જીવન ગુમાવનારા 64 લાખ લોકોમાં 11.5 ટકા લોકોનાં મોતનું કારણ ધુમ્રપાન હતું. તેમાંથી 52.2 ટકા લોકોનાં મોત ચીન, ભારત, અમેરિકા અને રશિયામાં થયો હતો. પુરૂષોનાં ધુમ્રપાન મુદ્દે ચીન, ભારત અને ઇન્ડોનેશિયા ત્રણ અગ્રણી દેશો છે.

2015માં ધૂમ્રપાન કરનારા 51.4 ટકા પુરૂષ આ દેશોનાં હતા. વિશ્વમાં ધૂમ્રપાન કરનારી કુલ વસ્તીનાં 11.2 ટકા હિસ્સો ભારતમાં રહે છે.
અભ્યાસ અનુસાર 2005ની તુલનામાં 2015માં ધૂમ્રપાનથી થનારા મૃત્યુમાં 4.7 ટકાનો વધારો થયો છે. એટલું જ નહી ધૂમ્રપાન હાલનાં સમયમાં અક્ષમતાનું બીજુ સૌથી મોટુ કારણ બની ગયું છે. અગાઉ તેને ત્રીજુ સૌથી મોટુ કારણ માનવામાં આવતું હતું.

અભ્યાસ અનુસાર 1990 થી 2015 વચ્ચે 195 દેશોમાં ધૂમ્રપાન કરવાની આદતો પર આધારિત છે. અભ્યાસ અનુસાર મહિલાઓ દ્વારા ધૂમ્રપાનનાં મુદ્દે ત્રણ અગ્રણી દેશોમાં અમેરિકા, ચીન અને ભારત છે. ત્રણેય દેશોમાં ધૂમ્રપાન કરનારી મહિલાઓનું પ્રમાણ 273 ટકા વસ્તી રહે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ધૂમ્રપાનની વિરુદ્ધ લડાઇ જીતથી ઘણી દુર છે. હાલનાં સમયે વિશ્વમાં 25 ટકા પુરૂષો અને 5.4 ટકા મહિલાઓ ધૂમ્રપાન કરે છે.

You might also like