અમિતાભ કરશે સુજીત સરકારની ફિલ્મ

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન સુજીત સરકારની નવી ફિલ્મ “ઇવ”નું શૂટિંગ શરૂ કરવાના છે. આ પહેલા અમિતાભે સુજીત સરકારની ફિલ્મ પીકૂ કરી હતી. જ્યારે આવતી કાલથી તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. અમિતાભે આ અંગે તેમના બ્લોગમાં લખ્યું છે કે કાલથી જ સુજીતની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. પરંતુ તે અંગેનો રોમાન્ચ આજથી જ શરૂ થઇ ગયો છે.  આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્તાર વિજેતા અનિરૂદ્ધ રોય ચૌધરી પર આધારીત છે. આ ફિલ્મમાં બેબી ફિલ્મની અભિનેત્રી તાપસી પન્નૂ પણ કામ કરી રહી છે. શૂબાઇટ અને પીકૂ બાદ અમિતાભ ત્રીજી ફિલ્મ સુજીત સાથે કરી રહ્યાં છે. જો કે શૂબાઇટની રિલીઝ હજી સુધી થઇ શકી નથી.

You might also like