અમિતાભને પીઠમાં દર્દ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયાં, ફેન્સ થયા ચિંતિત

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભને કમરમાં તકલીફ થઈ હોવાથી શુક્રવારની સાંજે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે બાદમાં તેમના ફેન્સ ધડાધડ મેસેજ કરીને તેમના સમાચાર પૂછવા લાગ્યા હતા.

તેમના ફેન્સ તેમના વિશે ચિંતા કરવા લાગ્યા હતા. હોસ્પિટલના સૂત્રો દ્વારા તેમને દાખલ કરાયા હોવાની માહિતી મળી હતી. અમિતાભને પીઠના નીચેના ભાગે દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ઈંજેક્શન આપી રજા આપવામાં આવી હતી.

અમિતાભ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યાથી પીડાતા હતા, જેના પગલે તેમની કમર અને ગરદનમાં પણ દુખાવો થવા લાગ્યો હતો. જો કે અમિતાભે તેમની તબિયત હવે સારી છે, તેવું પણ તેમના ફેન્સને જણાવી દીધું હતું.

અમિતાભ બચ્ચન હવે પોતાની આગામી ફિલ્મ ‘102 નૉટ આઉટ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં રિશી કપૂર પણ છે. આ ફિલ્મનું ટીઝર પણ શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અમિતાભની ઉંમર ખૂબ મોટી બતાવવામાં આવી છે અને રિશી કપૂરે તેમના પુત્રનો રોલ કર્યો છે.

You might also like