ટ્વિટર પર અમિતાભના ચાહકોની સંખ્યા થઇ 2.20 કરોડ

મુંબઇ: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના ફેન્સની સંખ્યા માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર પર ૨.૨૦ કરોડ થઈ ગઈ છે. શોલે, દિવાર, બ્લેક અને પિંક જેવી હીટ ફિલ્મો આપી ચૂકેલ ૭૩ વર્ષના અમિતાભ ફેન્સની સંખ્યાને લઈને સૌથી આગળ ચાલી રહ્યા છે. અભિનેતા શાહરૂખ ખાનના ૨.૦૮ કરોડ, સલમાન ખાનના ૧.૯ કરોડ, આમિર ખાનના ૧.૮૩ કરોડ, પ્રિયંકા ચોપડાના ૧.૪૮ કરોડ, દીપિકા પાદુકોણના ફેન્સની સંખ્યા ૧.૫૬ કરોડ છે. બિગ બી ના ફેન્સની સંખ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બરાબર છે. બીજી તરફ શનિવારે રાત્રે બિગબીએ ૨.૨૦ કરોડ પ્રશંસકોની સંખ્યા થવા પર પોતાનો ઉત્સાહ શેર કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, ટ્વીટર ફેન્સની સંખ્યા ૨.૨૦ કરોડ. બધાનો આભાર.


નોંધનીય છે કે ‘વજીર’ ના અભિનેતા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ છે. તે પોતાના અંગત અને વ્યવસાયિક જીવનની વાત પ્રશંસકો સાથે શેર કરે છે. વર્તમાનમાં તેઓ અનિરુધ્ધ રોય ચૌધરી દ્ધારા નિર્દેશિત ફિલ્મ ‘પિંક’ રીલીઝ થવા માટે તૈયાર છે. ‘પિંક’ ત્રણ છોકરીઓની સ્ટોરી પર આધારિત છે, જે એક અપરાધિક કેસમાં ફસાઈ જાય છે. તેના નિર્માતા ‘પીકુ’ અને ‘મદ્રાસ કેફે’ જેવી ફિલ્મોને નિર્દેશ કરી ચૂકેલ શુજિત સરકાર છે. અમિતાભ બચ્ચન, કીર્તિ કુલહરિ અને એન્દ્રીયા તરીયંગ અભિનીત આ ફિલ્મ ૧૬ સપ્ટેમ્બરે રીલીઝ થશે.

You might also like