અમિતાભ રાષ્ટ્રપતિ બનવા યોગ્યઃ શત્રુઘ્ન સિન્હા

પટનાઃ ભારતીય જનાત પાર્ટીના નેતા અને ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું છે કે અમિતાભ બચ્ચનની જેમ તેઓ રાજનીતિમાંથી હજી સંન્યાસ લેવાના નથી. અમિતાભ તો રાષ્ટ્રપતિ બનવા યોગ્ય હતા. પટનામાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન રાજકારણમાં સંન્યાસ લેવા અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે, હજી તેના માટે ઘણો સમય છે. અમિતાભ મારા ખૂબ જ સારા મિત્ર છે અને તેઓ ભારતના રાષ્ટ્રપતિ બનવા યોગ્ય પણ છે. પાર્ટીમાં અવગણના થઇ રહી હોવાના પ્રશ્ન પર પટનાના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે તેઓ બીજેપી સાથે પૂર્ણ રીતે જોડાયેલા છે અને આગળ પણ રહશે. ત્યારે પાર્ટીમાંથી દૂર થવાનો તો પ્રશ્ન ઉભો થતો  નથી. પાર્ટી પ્રત્યે નારજગી અંગેના સવાલનો જવાબ આપતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે ક્યારેક કોઇ બાબતને લઇને મતમતાંતર તો થતા જ રહેતા હોય છે. પણ વિતેલી વાતોને ભૂલીને આગળ ચાલીએ તે જ સારી વાત છે.

 

 

You might also like