102 વર્ષનો ડોસો બનશે અમિતાભ બચ્ચન

‘ઓ માય ગોડ’ના જાણીતા ડિરેક્ટર ઉમેશ શુક્લા હાલમાં પોતાની આગળની ફિલ્મ ‘102 નોટ આઉટ’ની તૈયારી કરી રહ્યા છે. એમાં તેઓ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને પરેશ રાવલની સાથએ કામ કરશે.

ઉમેશના જણાવ્યા પ્રમાણે, ‘આ વર્ષના અંતમાં આ ફિલ્મની શૂટિંગ શરૂ થશે અને તેના આગળના વર્ષે એપ્રિલમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલમની સ્ટોરીની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે. આ એક ફેમિલી ડ્રામા છે. હાલમાં અમિતાભ પાસે એક ટીવી કાર્યક્રમ છે. સૌથી પહેલા તે તેનું શૂંટિંગ પૂરું કરશે. ત્યારબાદ તે ‘102 નોટ આઉટ’નું શૂંટિંગ શરૂ કરશે. હાલમાં ફિલ્મ કઇ તારીખે રિલીઝ થશે તે નક્કી થયું નથી. પરંતુ આગળના વર્ષે વેકેશનના સમયગાળામાં ફિલ્મ રિલીઝ થઇ શકે છે.’

ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષના એક વ્યક્તિનું પાત્ર ભજવશે, જે દુનિયાના સૌથી ઘરડો વ્યક્તિ હોવાનો રેકોર્ડ પોતાના નામે કરવા ઇચ્છે છે. પરેશ રાવલ તેમના પુત્રનો રોલ ભજવશે.

You might also like