અમિતાભનો એક પત્ર નવ્યા આરાધ્યાના નામે..

મુંબઇઃ અમિતાભ બચ્ચને પોતાની પૌત્રી આરાધ્યા અને દીકરી શ્વેતાની પુત્રી નવ્યા નવેલીને ખુબ જ પ્રેમ કરે છે. ત્યારે 4 સપ્ટેમ્બરે અમિતાભ બચ્ચને બંનેના નામ પર એક પત્ર લખ્યો હતો. બિગ બીએ પોતાના પત્રમાં દેશમાં બદલાઇ રહેલાં જેન્ડર ઇશ્યુને મહિલાઓ વિરૂદ્ધ થઇ રહેલાં અત્યાચાર માટે કારણ ભૂત ગણ્યું છે. તેમણે નવ્યા અને આરાધ્યાને સલાહ આપી છે કે તે લોકોની વાતોને પોતાની ઉપર ક્યારે પણ હાવી થવા ન દે.

સાથે જ કાંઇ પણ કરતા પહેલાં તે વિચારીવાની બિલકુલ જરૂર નથી કે લોકો શું કહે છે. અમિતાભે લખ્યું છે કે આરાધ્યા અને નવ્યા તમારા બંને સાથે તમારી સરનેમ જોડાયેલી છે. તમે બંને ભલે બચ્ચન કે નંદા હશો. પરંતુ સૌથી પહેલાં તમે એક મહિલા છો. તેથી જ લોકો પોતાના વિચારો તમારી પર લાદવાનો પ્રયાસ કરશે.

તેમણે વધુમાં લખ્યું છે કે જ્યાં સુધી તમે પોતે લગ્ન માટે તૈયાર ન થાવ ત્યાં સુધી કોઇના પણ પ્રેશરમાં કે કોઇ પણ કારણ વસ લગ્ન ન કરશો. લોકો તમારા વિશે વાતો કરશે. પરંતુ તમારે બધાની વાત સાંભળવાની કોઇ જ જરૂર નથી. નવ્યા તારૂ નામ તારી સરનેમ તને તે મુશ્કેલીઓમાંથી ક્યારે પણ બચાવી નહીં શકે જે એક મહિલા હોવાને કારણે કાયમ તારી સામે આવશે.

આરાધ્યા સમયની સાથે તું પણ આ વસ્તુઓ સમજવા લાગીશ. પોતાના નિર્ણયો જાતે જ લેવા. કોઇને તે નક્કી કરવાની તક ન આપવી કે તમારા સ્કર્ટની લંબાઇ, તમારા કેરેક્ટરનું માપ નથી . આ દુનિયા સ્ત્રીઓ માટે ખુબ જ મુશ્કેલ છે. પરંતુ વિશ્વાસ છે કે તમારા જેવી મહિલાઓ આ બાબતને બદલી શકે છે.

You might also like