અમિતાભ “સ્પેશ્યિલ બાળકો” સાથે ફૂટબોલ રમ્યા

કોલકત્તાઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજ કાલ તેમની ફિલ્મ “તીન”ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં એક સિન દરમ્યાન અમિતાભ બચ્ચને બહેરા અને મૂંગા બાળકો સાથે શૂટિંગ કર્યું. આ ફિલ્મમાં એક સિન માટે ઘણા બાળકોની જરૂર હતી. ત્યારે સિનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમિતાભ બચ્ચને ચાઇલ્ડ એક્ટરની જગ્યાએ ખાસ બાળકો એટલે કે ટેફ એન્ડ ડમ બાળકો સાથે શૂટિંગ કરવાનું નક્કી કર્યું.

આ બાળકો કોલકત્તાની ડેફ એન્ડ ડમ સ્કૂલના હતા. બાળકોએ અમિતાભ બચ્ચન સાથે ખૂબ જ મસ્તી કરી હતી. અમિતાભે પણ તેમની સાથે ક્વોલિટી સમય પસાર કર્યો સાથે જ તેમની સાથે તેઓ ફૂટ બોલ પણ રમ્યા હતા. બાળકોએ તેમનો ઓટોગ્રાફ પણ લીધો હતો અને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.

અમિતાભ બચ્ચન, નવાઝુદ્દીન સિદ્દીકી અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ “તીન” 10 જૂનના રોજ રિલીઝ થવાની છે. જેમાં અમિતાભ બચ્ચન બંગાળી બાબૂના કિરદારમાં છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મની સ્ક્રિપ્ટને વાંચ્યા વગર જ અમિતાભ બચ્ચને તેને સાઇન કરી લીધી છે.

You might also like