અમિતાભનું નવું લુક આવ્યું સામે

મુંબઇ: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનએ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, આ અંદાજમાં બિગ બી પહેલી વખત જોવા મળ્યા છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ ફોટામાં મોટી દાઢી, ચશ્મા અને પાઘડી પહેરેલી છે. એમનો આ અંદાજ શીખનું લુક છે.

પોતાના આ ફોટાને ટ્વિટર પર શેર કરતાં લખ્યું કે ‘मेरी नानी अमर कौर सोढ़ी और नाना खज़ान सिंह सूरी आज मेरे इस सिख लुक को देख कर स्वर्ग से जरूर मुस्कुरा रहे हैं’. ફોટો શેર થતાં જ બિગ બીના ચાહકોમાં એવું થવા લાગ્યું કે આ લુક કઇ ફિલ્મ માટે છે.


તમને જણાવી દઇએ કે જ્યારે ટ્વિટર પર કોઇક એ લખ્યું કે આ યશરાજની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન લુક છે તો બચ્ચને સામે આવીને જવાબ આપવો પડ્યો કે આ વિજય કૃષ્ણ આચાર્યની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનું લુક નથી આ એક એમનું એડ શૂટનું લુક છે જેનું શૂટિંગ તેઓ કરી રહ્યા છે.

ફિલ્મોની વાત કરીએ તો હાલમાં અમિતાભ બચ્ચન રામગોપાલ વર્માની ફિલ્મ સરકાર 3 માં કામ કરી રહ્યા છે અને ત્યાર બાદ આમિરખાન સાથે ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં કામ કરવાના છે. પરંતુ આ લુક એમને એમના નાના નાની ને સમર્પિત કર્યું છે.

http://sambhaavnews.com/

You might also like